Voice of Surat

અમેરિકાની મહિલાને બ્લૅકમેલ કરી ધર્મ પરિવર્તન કરાવનાર આરોપીના જામીન મંજુર કરતી સુરત કોર્ટ

Posted On: |1 min read
Voice of Surat News

સુરત શહેરના લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તાર માં ગુના રજી નંબર -81/2026 થી BNS ની કલમ-308(2),316(2),351,352 મુજબ ગુનો નોંધાયો હતો. બનાવ ની હકીકત એવી છેકે સપ્ટેમ્બર ૨૦૨૩ થી 2026 સુધી ફરીશ્રીની બહેન રીનલને આ કામના આરોપી એઝાજે ભરોશામા લઇ તેણી પાસે રૂપીયા સાઠ લાખ તથા અઢાર તોલા સોના ના દાગીના તથા એક ફલેટ ફરિયાદીની બહેન રીનલને ઓનલાઇનના માધ્યમથી બ્લેક મેઇલ કરી પચાવી લઇ ગુનો કરેલ હોય. આરોપી એ સુરત ના સિનિયર વકીલ અબ્દુલ વહાબ શેખ મારફતે સુરત સેશન્સ માં જામીન અરજી કરી હતી. ફરિયાદ પક્ષ દ્વારા જામીન અરજી નામંજુર કરવા એફિડેવિટ રજુ કરી હતી. કોર્ટ એ બંને પક્ષો ની દલીલો બાદ આરોપી તરફે સિનિયર એડવોકેટ અબ્દુલ વહાબ શેખ ની દલીલો ગ્રાહ્ય રાખી આરોપી એજાજ પટેલ ના શરતો ને આધીન જામીન મંજુર કર્યા હતા.