Voice of Surat

ઠગાઇ અને ધમકીના ગુનામાં વેપારીના આગોતરા મંજૂર

Posted On: |1 min read
Voice of Surat News

સુરત ખટોદરા પોલીસ મથકે વેપારી વસંતકુમાર પટેલ વિરુધ્ધ પૂર્વ આયોજીત કાવતરુ રચી રુા.21 લાખ ઉપરાંતનો માલ મંગાવી તેનું પેમેન્ટ ન કરી ફરિયાદી વેપારીને જાનથી મારી નાંખવાની ધમકી આપ્યા બાબતની ફરિયાદ ખટોદરા પોલીસ મથકમાં નોંધવામાં આવી હતી. જેથી આરોપી વસંતકુમારે તતકાલીક નામદાર સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન એડવોકેટ મો.અસલમ એમ.શેખ મારફત કરી હતી. જેમાં એડવોકેટ મો.અસલમ એમ.શેખએ દલીલો કરી હતી જેમાં આરોપીએ રુા.3,73,770 પેમેન્ટ કરી આપ્યું હતું, ઉપરાંત ફરિયાદીને ચેક લખી આપ્યો છે જે ચેક ફરિયાદીએ પરત પણ કરાવી દીધું છે. તેની નોટીસ પણ મોકલી આપી અને તેનો જવાબ પણ આરોપીએ આપ્યો હતો. આમ, દીવાની પ્રકારની તકરારને ક્રિમિનલ સ્વરુપ આપવામાં આવેલ છે, અને ફરિયાદીએ નુકશાની વાળો માલ પણ મોકલાવ્યો છે, વિગેરે દલીલો એડવોકેટ મો.અસલમ એમ.શેખએ કર્યો હતો, આમ ઉપરોક્ત દલીલો ધ્યાને રાખી નામદાર સેશન્સ કોર્ટએ સદર તકરાર દીવાની પ્રકારની તકરાર તેમજ ચેક પણ રીટર્ન કરાવેલ છે, ફરિયાદી પાસે બીજી રેમેડી હોવા છતાં પોલીસ મશીનરીનો દુરુપયોગ કર્યો છે, વિગેરે દલીલો માન્ય રાખી વેપારીના આગોતરા જામીન મંજૂર કર્યા હોવાનું જાણવા મળે છે.