Voice of Surat

ગંદકી મુદ્દે પાલિકા એલર્ટ - રસ્તા પર પડેલા વેસ્ટ એકત્રીકરણ કરવા ઝોનમાં 26 વાહનો કાર્યરત

Posted On: |1 min read
Voice of Surat News

સુરત મહાનગરપાલિકાએ શહેરની સ્વચ્છતા જાળવવા વધુ કડક પગલાં લેવા શરૂ કર્યા છે. સર્વેક્ષણની ટીમ ટૂંક સમયમાં શહેરની મુલાકાતે આવી શકે છે તે જોતા મનપા તંત્ર સતર્ક બની ગયું છે. કમિશનર એમ. નાગરાજન છેલ્લા કેટલાક સમયથી જાતે મેદાનમાં સર્વેક્ષણ-૨૦૨૬ નજીક ઉતરી કામગીરીની સમીક્ષા કરી રહ્યા છે, જેના પરિણામે આરોગ્ય અને ઝોન વિભાગોની ટીમો પણ સવારથી જ સક્રિય બની રહી છે.
શહેરમાં ખાસ કરીને હોટફિકસ પ્લાસ્ટિક વેસ્ટની સમસ્યા ગંભીર બની રહી છે. સાડી એમ્બ્રોઇડરી. આભલા ચોંટાડવા જેવા ઘરમાં કાર્યરત કારખાનાઓમાંથી નીકળતો પ્લાસ્ટિક કચરો મોટા પ્રમાણમાં રસ્તાઓ પર ફેંકાતો હોવાના કારણે કેટલાક વિસ્તારોમાં ગંદકી વધતી જોવા મળી રહી છે. હાલ સુધી આ એજન્સી રિફ્યુઝ ટ્રાન્સફર સ્ટેશન (RTS) પરથી મળતા પ્લાસ્ટિક વેસ્ટનું જ એકત્રીકરણ કરતી હતી, પરંતુ હવે તેને હોટફિક્સ કચરાના પ્રશ્નથી પીડિત ઝોન વિસ્તારોમાં અલગથી કામગીરી હાથ ધરવાની સૂચના આપવામાં આવી છે. આ કામગીરીનો પ્રારંભ વરાછા-એ ઝોનથી કરવામાં આવ્યો છે, જ્યાં હોટફિક્સ વેસ્ટનું પ્રમાણ સૌથી વધુ જોવા મળતું હતું. એજન્સી દ્વારા આ ઝોનમાં ખાસ ૨૬ વાહનો મૂકવામાં આવ્યા છે અને દરરોજ લગભગ ૮૦ જેટલી ટ્રિપ કરીને રસ્તાઓ પરથી કચરો ઉઠાવવામાં આવી રહ્યો છે. મનપા તંત્રએ એજન્સીને સ્પષ્ટ સૂચના આપી છે કે માત્ર RTS પર આધારિત કામગીરી પૂરતી નથી, પરંતુ જ્યાં જ્યાં આ પ્રકારનો કચરો સર્જાય છે ત્યાં સ્થળ પર જઈ એકત્રીકરણ કરવાની વ્યવસ્થા ગોઠવવી પડશે. આ પગલાંથી શહેરમાં ફેલાતી ગંદકી પર નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.