Voice of Surat

150 જેટલા એટીએમ કાર્ડ રાખી છેતરપિંડી કરનારા આરોપીઓના જામીન મંજૂર કરતી નામદાર સેશન્સ કોર્ટ

Posted On: |1 min read
Voice of Surat News

સુરત શહેરના ભેસ્તાન, પાંડેસરા સચીન જેવા વિસ્તારોમાં બેંકોના એટીએમ કાર્ડ સાથે રાખી એટીએમમાં પૈસા ઉપાડવા માટે આવતા લોકોને મદદના બહાને તેમનો એટીએમ કાર્ડ મેળવી લઇ યુક્તિ પ્રયુક્તિથી એટીએમ પીન જાણી લીધા બાદ તેમને તેમની જ બેન્કનો તેવો જ દેખાતો અન્ય એટીએમ કાર્ડ આપી દઈ તેમની જાણ બહાર પીન જાણીને એટીએમમાં નાખી નાણા ઉચાપત કરતી ટોળકી પાંડેસરા ,ભેસ્તાન ,તથા સચિન પોલીસ મથકે પકડાઈ હતી જેમણે કોર્ટમાં રજૂ કરી જેલ હવાલે કરવામાં આવેલ જેમના વતી એડવોકેટ અસલમ એમ. શેખ, નિલોફર શેખ, રેહાન શેખ ના ઓએ જામીન અરજી દાખલ કરેલ અને દલીલો કરેલ કે એક પણ સીસીટીવી ફૂટેજમાં આરોપી દેખાઈ આવતા નથી ,તેમ જ તાત્કાલિક કોઈ ભોગ બનનારે કોઈ પોલીસ ફરિયાદ કરેલ નથી, કોઈ ભોગ બનનાર પાસે ઓળખ પરેડ કરાયેલ નથી, એફ.આઇ.આર મોઢેથી આપવામાં આવેલ છે.

Image

તેમજ આરોપીઓ વિરુદ્ધ કોઈ સંતોષકારક પુરાવો જણાઈ આવતો નથી, વિગેરે ધામ-ધક્કડ દલીલો કરતા આરોપીઓ નામે રાહુલ તથા રામપૂજન નાઓને સેશન્સ કોર્ટે શરતી જામીન ઉપર મુક્ત કર્યા છે.