800 ગ્રામ સોનાની છેતરપિંડીના કેસમાં ભીમાણી પિતા-પુત્રના આગોતરા જામીન ના મંજૂર

સુરત શહેરમાં આર બીવી ફાઇનાન્સ ના નામે લોન અપાવી છેતરપિંડી આચરવાના કેસમાં ભીમાણી પિતા પુત્ર દ્વારા કરવામાં આવેલી આગોતરા જામીન પર સુનાવણી થતા મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાળા તેમજ મૂળ ફરિયાદી તરફે સિનિયર એડવોકેટ ઉદય પટેલ સહિતના વકીલોએ આગોતરા જામીન અરજી ના મંજૂર કરવા સોગંદનામાં કર્યા હતા. નામદાર કોટે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ ભીમાણી પિતા પુત્રના આગોતરા જામીન ના મંજૂર કર્યા હોવાનું જાણવા મળે છે.
સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર ૮૦૦ ગ્રામથી વધારે સોનાના દાગીના ઉપર લોન અપાવીને આરોપી પિતા પુત્રોએ મળી છેતરિપંડી કરતા ફરિયાદી હિંમતભાઈ ગોયાણી દ્વારા સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરતા ગુનો નોંધવામાં આવી હતી. જે ગુનાના કામે ભીમાણી ધીરુભાઈ તથા ભીમાણી રાકેશ નાઓએ મહે. સુરત ડિસ્ટ્રીક એન્ડ સેસન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરતા જે જામીન અરજીના કામે સરકારશ્રી તરફે મુખ્ય સરકારી વકીલશ્રી નયનભાઈ સુખડવાલા સાહેબશ્રીએ તથા મુળ ફરીયાદી હિંમતભાઈ ગોયાણી તરફે વકિલ શ્રી ઉદયભાઇ પટેલ, શ્રી પ્રકાશભાઈ ડાભી, શ્રી અલ્પેશભાઇ ઠક્કર, શ્રી વિજયભાઈ રાઠોડ શ્રી નરેન્દ્રભાઈ સોરઠીયા તથા શ્રી સંજયભાઈ ધોરાજીયા દ્વારા આગોતરા જામીન અરજી નામંજૂર કરવા એફીડેવીટ તથા દલીલો કરવામાં આવેલ જે નામદાર કોર્ટે દ્વારા ધ્યાને રાખી આરોપી ભીમાણી ધીરુભાઈ તથા ભીમાણી રાકેશની આગોતરા જામીન અરજી ના-મંજૂર કર્યા હતા.

