સુરત આરપીઓનો પાસપોર્ટ કેમ્પ : 18 એપ્રિલે PSK ખાતે વિશેષ ડ્રાઇવ

એપ્રિલ 2026 દરમિયાન પાસપોર્ટ સેવાઓ માટે વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને સુરત રીજનલ પાસપોર્ટ ઓફિસ (RPO) દ્વારા 18 એપ્રિલ, 2026ના રોજ પાસપોર્ટ સેવા કેન્દ્ર (PSK) સુરત ખાતે વિશેષ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. વિદેશ મંત્રાલયની પહેલ હેઠળ આ ખાસ કેમ્પ યોજાઈ રહ્યો છે, જેનો મુખ્ય હેતુ નાગરિકોને વહેલી તકે પાસપોર્ટ માટેની એપોઇન્ટમેન્ટ ઉપલબ્ધ કરાવવાનો છે.આ ખાસ ડ્રાઇવ અંતર્ગત શનિવાર, 18 એપ્રિલ માટે નોર્મલ પાસપોર્ટની એપોઇન્ટમેન્ટ સ્લોટ્સ ટૂંક સમયમાં જ પાસપોર્ટ સેવા વેબ પોર્ટલ પર ઓનલાઇન ઉપલબ્ધ થશે. જેમણે અગાઉની તારીખ માટે એપોઇન્ટમેન્ટ લીધી હોય અથવા અગાઉની એપોઇન્ટમેન્ટ ચૂકી ગયા હોય તેવા અરજદારોને પણ આ દિવસે પોતાની એપોઇન્ટમેન્ટ રીશેડ્યૂલ કરવાની સુવિધા મળશે.અધિકારીઓએ અરજદારોને સલાહ આપી છે કે તેઓ પાસપોર્ટ માટે અરજી કરતાં પહેલાં જરૂરી દસ્તાવેજોની સંપૂર્ણ માહિતી માટે સત્તાવાર વેબસાઈટ www.passportindia.gov.in� ની મુલાકાત લે. યોગ્ય દસ્તાવેજો સાથે હાજર રહેવાથી અરજી પ્રક્રિયા સરળ અને નિરાંતે પૂર્ણ થઈ શકશે.સાથે જ અરજદારોને સમયાંતરે વેબસાઈટ ચેક કરીને ઉપલબ્ધ થતા એપોઇન્ટમેન્ટ સ્લોટ્સ ઝડપથી બુક કરવાની પણ સૂચના આપવામાં આવી છે. આ વિશેષ ડ્રાઇવથી સુરત તથા આસપાસના વિસ્તારોના નાગરિકોને મોટી રાહત મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

