Voice of Surat

એક લાખના ચેક રિટર્ન કેસમાં સચીનના મહિલાને નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ કલમ ૧૩૮ હેઠળ એક વર્ષની સજા તથા વળતર ચુકવવાનો હુકમ કરતી કોર્ટ

Posted On: |1 min read
ચૂકાદા સમયે કોર્ટમાં ગેરહાજર હીના ચૌહાણ વિરૂધ્ધ સજા વોરંટ કાઢવાનો હુકમ

સુરત સ્થિત 7th Additional Chief Judicial Magistrate Court, Surat ખાતે ફોજદારી કેસ નં. ૫૪૪૫૫/૨૦૨૩ માં માનનીય કોર્ટ દ્વારા તા. ૨૭/૦૨/૨૦૨૬ ના રોજ આરોપીની ગેર હાજરીમાં મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે.

આ કેસમાં ફરિયાદી સુમિત્રાબેન મનોજભાઈ સોલંકી દ્વારા આરોપી હીના કૈલાસ ચૌહાણ વિરુદ્ધ નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ : ૧૮૮૧ ની કલમ : ૧૩૮ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદ મુજબ આરોપીએ રૂ. ૧,૦૦,૦૦૦/- હાથ ઉછીના લીધા બાદ તે રકમની ચુકવણી માટે ચેક આપ્યો હતો. ચેક તા. ૧૧/૦૪/૨૦૨૩ ના રોજ જમા કરાવતા તા. ૧૩/૦૪/૨૦૨૩ ના રોજ અપૂરતું ભંડોળ કારણસર પરત ફર્યો હતો. તે અંગેની કાયદેસરની નોટિસ પાઠવવા છતાં આરોપીએ નિર્ધારિત સમયમર્યાદામાં ચુકવણી કરી ન હોવાથી ફરિયાદી દ્વારા કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કોર્ટ દ્વારા દસ્તાવેજી પુરાવા અને કાનૂની મુદ્દાઓ પર વિચારણા કરી આરોપીને કલમ : ૧૩૮ હેઠળ દોષિત ઠરાવી ૧ (એક) વર્ષની સાદી કેદની સજા ફટકારવામાં આવી. ઉપરાંત આરોપીને ફરિયાદીને રૂ.૧,૦૦,૦૦૦/- વળતર રૂપે ૬૦ દિવસમાં ચુકવવા હુકમ કરાયો. જો વળતર ચુકવવામાં કસુર થાય તો વધારાની ૬ માસની સાદી કેદ ભોગવવાની રહેશે. આરોપી ગેરહાજર હોવાને કારણે સજા વોરંટ કાઢવાનો હુકમ પણ કરવામાં આવ્યો છે. આ ચુકાદો ચેક બાઉન્સ જેવા આર્થિક ગુનાઓ સામે કડક સંદેશ આપે છે અને નાણાકીય વ્યવહારોમાં વિશ્વસનીયતા જાળવવાની કાનૂની ફરજને પુનઃસ્થાપિત કરતો હુકમ કર્યો હતો. ફરિયાદી તરફે એડવોકેટ કવન એમ. પટેલે દલીલો કરી હોવાનું જાણવા મળે છે.