Voice of Surat

વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુના ધરાવતા અહેમદ રજા ઉર્ફે અયાન ઝોલ તેલીને હાઈકોર્ટે આપ્યા જમીન

Posted On: |2 min read
Voice of Surat News

વાપી મુકામે આરોપી વિરુધ્ધ વિશ્વાસઘાત તેમજ છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી હતી . આરોપી એક જ પ્રકારની મોડસ ઓપરેન્ડીંગ વાપરી દુકાનો, મોલ્સ, થિયેટર, પેટ્રોલ પંપ, જ્વેલરી શોપને નિશાન બનાવતો હતો. ત્યાં જઇ પોતે ખુબ મોટા ઘરનો છોકરો છે, તેમજ વેપારી છે તેવું બતાવી ખુલ્લા પૈસા આપવાના બહાને બન્ધક નોટો સેરવી લેતો હતો. આમ આવા રર થી વધુ ગુનાઓ આરોપી વિરુધ્ધ નોંધવામાં આવ્યો હતો. વાપી મુકામે આવો જ એક કેસ ચાલી જતા બીજા એડીશનલ સીનીયર ચીફ જ્યીડીશીયલ મેજીસ્ટ્રેટ આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોય તથા તેની મોડસ ઓપરેન્ડીંગ જોય આરોપીને સાત વર્ષની સખદ કેદની સજા કરવામાં આવી હતી. જેથી સેશન્સ કોર્ટમાં આરોપીએ અપીલ કરી હતી ત્યારે સેશન્સ કોર્ટે પણ આરોપીના જામીન નામંજૂર કર્યા હતા. જે આરોપીએ વકીલ અસલમ એમ.શેખ તથા પ્રેમ દવેનું સંપર્ક કર્યું હતું. બંને વકીલોએ અમદાવાદ હાઇકોર્ટમાં આરોપીની જામીન કરી હતી અને મુખયત્વે દલીલો કરી હતી કે આરોપીનો ગુનાહિત ઇતિસાહ છે, પરંતુ આરોપીને ફક્ત વાપી મુકામે જે ગુનો નોંધાયેલો તેમાં સજા કેમ કરવામાં આવી છે. પાંચ જેટલા ગુનામાં આરોપી નિર્દોષ જાહેર થયો છે. તેમજ બાકીના કેસોમાં જામીન ઉપર છે, વધુમાં જે ગુનામાં સજા કરવામાં આવી છે તે ગુનાની એફ.આઇ.આર. મોડેથી કરવામાં આવી છે. તેમજ આરોપી નાણાની ઉચાપત કરતો હોય તેવા કોઇ સીસીટીવી વિડીયો, ફુટેજ મળી આવ્યા નથી, ફક્ત એક સાક્ષીના આધારે સાત વર્ષની સજા કરવામાં આવેલી છે. આરોપી બે વર્ષ ઉપરાંતથી જેલમાં છે. ધારદાર દલીલો કરવામાં આવતા નામદાર કોર્ટે વકીલ અસલમ એમ.શેખ તથા પ્રેમ દવેની દલીલો ધ્યાને રાખી આરોપીને શરતી જામીન ઉપર મુક્ત કરતો હુકમ કર્યો હતો.