Voice of Surat

વસ્તી ગણતરી મુલતવી, ચૂંટણી બાદ થશે નવી જાહેરાત

Posted On: |2 min read
Voice of Surat News

ગુજરાતમાં 5 એપ્રિલથી શરૂ થનારી વસ્તી ગણતરી હાલ માટે મુલતવી રાખવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. ગાંધીનગરથી મળતી માહિતી મુજબ હવે આ ગણતરી નવી તારીખો જાહેર થયા બાદ જ શરૂ કરવામાં આવશે, જે ચૂંટણી પૂર્ણ થયા પછી જાહેર થવાની શક્યતા છે. અગાઉના આયોજન મુજબ, 5 એપ્રિલથી ઓનલાઈન વસ્તી ગણતરીની શરૂઆત થવાની હતી. ત્યારબાદ 20 એપ્રિલથી ‘હાઉસ લિસ્ટિંગ’ તેમ જ ઘર-ઘરે જઈને માહિતી એકત્રિત કરવાની પ્રક્રિયા શરૂ થવાની હતી, જે 19 મે સુધી ચાલુ રહેવાની હતી.

દેશવ્યાપી સ્તરે આ પ્રક્રિયાનો પ્રથમ તબક્કો 1 એપ્રિલથી શરૂ થયો છે, જેમાં ‘હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ (HLO)’નો સમાવેશ થાય છે. આ તબક્કો સપ્ટેમ્બર 2026 સુધી ચાલવાનો છે. આ વખતે વસ્તી ગણતરીમાં એક મહત્વપૂર્ણ ફેરફાર જોવા મળશે. દેશમાં પહેલીવાર સંપૂર્ણ ડિજિટલ પદ્ધતિ અપનાવવામાં આવી રહી છે. પરંપરાગત કાગળના ફોર્મની જગ્યાએ હવે મોબાઈલ એપ અને ઓનલાઈન પોર્ટલનો ઉપયોગ કરવામાં આવશે. નાગરિકો માટે ‘સેલ્ફ-એન્યુમરેશન’ની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે, જેમાં લોકો પોતે જ પોતાની માહિતી ઓનલાઈન ભરી શકશે. દરેક રાજ્યને આ પ્રક્રિયા માટે 15 દિવસનો સમય આપવામાં આવશે. આ સર્વે દરમિયાન કુલ 33 અલગ-અલગ પ્રશ્નો પૂછવામાં આવશે. સાથે જ ‘જિયો-મેપિંગ’ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને દરેક ઘરની ચોક્કસ ઓળખ કરવામાં આવશે. ડિજિટલ નકશા દ્વારા ખાતરી કરવામાં આવશે કે કોઈપણ ઘર અથવા વ્યક્તિ નોંધણીથી બહાર ન રહે. માત્ર ગુજરાત જ નહીં, પરંતુ દેશના અન્ય રાજ્યો જેમ કે પશ્ચિમ બંગાળ, આસામ, કર્ણાટક અને કેરળમાં પણ ચૂંટણીના કારણે વસ્તી ગણતરીના શિડ્યૂલમાં વિલંબ જોવા મળી રહ્યો છે. આ પરિસ્થિતિમાં ગુજરાતમાં પણ ગણતરી મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ રાજ્યના નાગરિકો અને પ્રશાસન બંને નવી તારીખોની રાહ જોઈ રહ્યા છે. ચૂં