દેશભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફેરફાર,જાણો તમારા શહેરમાં શું છે રેટ

યુદ્ધને કારણે હોર્મુઝ સ્ટ્રેટ બંધ હોવાથી ક્રૂડ ઓઇલના સપ્લાય પર અસર પહોંચી છે. તેવામાં ઓઇલ ઉત્પાદકો માટે સરકારે રાહત કરી આપી છે. તો બીજી તરફ હવે ડોનાલ્ડ ટ્ર્મ્પે યુદ્ધ બંધ થવાને લઇને મહત્વનું નિવેદન આપ્યું છે. કહ્યું કે ડીલ થાય કે ન થાય અમે ઇરાનમાંથી પાછા જતા રહીશું. યુદ્ધને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં ફેરફાર આવી રહ્યો છે. જેની અસર પેટ્રોલ ડીઝલ પર પડી રહી છે. ભારત સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવ અંગે એક મોટો નિર્ણય લીધો . સરકારે પેટ્રોલ પરની સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટી ઘટાડીને ₹3 પ્રતિ લિટર કરી છે, જ્યારે ડીઝલ માટે આ ડ્યુટી સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવી છે. અગાઉ, પેટ્રોલ પર સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટી ₹13 પ્રતિ લિટર અને ડીઝલ પર ₹10 પ્રતિ લિટર હતી. જો કે બીજી તરફ પ્રીમીયમ પેટ્રોલની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે.
દેશના મોટા શહેરોમાં શું છે પેટ્રોલ ડીઝલની કિંમત ?
- દિલ્હીમાં, પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર ₹94.77 છે, અને ડીઝલનો ભાવ પ્રતિ લિટર ₹87.67 છે.
- નોઈડામાં, પેટ્રોલનો ભાવ ₹94.85 અને ડીઝલનો ભાવ ₹87.98 છે.
- મુંબઈમાં, પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર ₹103.54 અને ડીઝલનો ભાવ ₹90.03 છે.
- ચેન્નાઈમાં, પેટ્રોલ ₹100.80 થી ₹101.06 પ્રતિ લિટરની રેન્જમાં ઉપલબ્ધ છે, જ્યારે ડીઝલનો ભાવ ₹92.38 થી ₹92.61 પ્રતિ લિટરની રેન્જમાં છે.
- લખનૌમાં, પેટ્રોલનો ભાવ ₹94.69 થી ₹94.84 પ્રતિ લિટર અને ડીઝલનો ભાવ ₹87.81 થી ₹88.05 પ્રતિ લિટરની રેન્જમાં છે.

