વેસુમાં પાડોશી પરિણીતાના બળાત્કારના આરોપમાં યુવકનો નિર્દોષ છુટકારો

વેસુ ખાતે પાડોશમાં રહેતી પરિણીતાએ લગાવેલા દુષ્કર્મના આરોપ કોર્ટમાં સાબિત કરવામાં નિષ્ફળ જતા યુવકને કોર્ટ પુરાવાના અભાવે શંકાનો લાભ આપી છોડી મૂક્યો હતો. બચાવ પક્ષ વકીલ રહીમ શેખે કરેલી દલીલો કોર્ટ ગ્રાહ્ય રાખી હતી. વેસુ ખાતે રહેતા યુવક સામે પાડોશમાં રહેતી પરિણીતાએ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપ લગાવ્યો હતો કે ગત. 25/5/2023ના રોજ વહેલી સવારે આરોપી યુવક ઘરે આવી પરિણીતા સાથે જબરદસ્તી શારીરિક સંબંધ બાંધ્યા હતા. ત્યારબાદ પણ ગત તા. 8/6/2023ના રોજ 5 વાગે સવારે આરોપી યુવક પરિણીતાના ઘરે આવી તેની સાથે જબરદસ્તી શારીરિક સંબંધ બાંધ્યા હતા. વેસુ પોલીસે પરિણીતાની ફરિયાદના આધારે આરોપી યુવક સામે બળાત્કારનો ગુનો નોંધ્યો હતો. આ કેસની ન્યાયિક કાર્યવાહી સુરત કોર્ટમાં ચાલી હતી. બચાવ પક્ષ વકીલ રહીમ શેખે દલીલો કરી અને ઉલટતપાસ લાવી હતી. ફરિયાદ પક્ષ આરોપ સાબિત કરવામાં નિષ્ફળ ગયો હતો.

