ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા MSMEs માટે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન વિષય પર સેશન

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા શનિવાર, તા. ર૮ માર્ચ ર૦ર૬ના રોજ સાંજે પઃ૩૦ કલાકે સંહતિ, સરસાણા, સુરત ખાતે MSMEs (માઇક્રો, સ્મોલ અને મિડિયમ એન્ટરપ્રાઇઝિસ)ને ડિજિટલ યુગમાં સક્ષમ બનાવવા માટે 'Digital Transformation for MSMEs - Building Your Virtual Business with Websaye' વિષય પર સેશન યોજાયું હતું.
ચેમ્બરના પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ સ્વાગત સંબોધનમાં MSMEs માટે ડિજિટલ ટ્રાન્સફોર્મેશનનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આજના સમયમાં વ્યવસાયને વધુ વ્યાપક બનાવવાનો શ્રેષ્ઠ માર્ગ ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરવો છે.
વીર ઇન્ફોટેકના ડિરેકટર શ્રી શ્રેયસ ગાંધીએ કાર્યક્રમ અંગેની માહિતી આપી હતી. તેમણે કાર્યક્રમના ઉદ્દેશો અને MSMEs માટે ડિજિટલ ટેકનોલોજીના લાભો અંગે વિસ્તૃત માહિતી આપી હતી. વીર ઇન્ફોટેક દ્વારા 'Building Your Virtual Business with Websaye' વિષે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. પ્રેઝન્ટેશન દરમિયાન ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, ઓનલાઈન બિઝનેસની સ્થાપના, વેબસાઇટ અને ડિજિટલ માર્કેટિંગના મહત્વ અંગે ઉદ્યોગકારોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ Websaye પ્લેટફોર્મ દ્વારા કેવી રીતે વ્યવસાયને વર્ચ્યુઅલ રીતે વિકસાવી શકાય તે અંગે પણ માહિતી આપવામાં આવી હતી. ચેમ્બરના માનદ્ ખજાનચી સીએ મિતિષ મોદી અને વ્યવસાયિકો સેશનમાં ઉપસ્થિત રહ્યા હતા. ચેમ્બરના ગૃપ ચેરમેન ડો. અનિલ સરાવગીએ સેશનમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. આ સેશનમાં MSMEsને ડિજિટલ યુગમાં આગળ વધવા માટે મહત્વપૂર્ણ માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું.

