ઓલ સુરત મેમણ જમાત એસોસિએશન દ્વારા સુરત ખાતે વર્લ્ડ મેમણ ડેની ઉજવણી કરાઈ

તારીખ ૧૦ એપ્રિલ ૨૦૨૬ના રોજ, અસમા (ઓલ સુરત મેમણ જમાત એસોસિએશન) દ્વારા સુરત ખાતે વર્લ્ડ મેમણ ડેની ઉજવણી કરવામાં આવી. સમગ્ર દેશની ૫૦૦થી વધુ મેમણ જમાતો વર્લ્ડ મેમણ ડેની ઉજવણી કરે છે, જેમાં સુરતની ૬ મેમણ જમાતો (સુરત હાલાઈ જમાત ,સૌરાષ્ટ જમાત, ઉપલેટા જમાત, ધોરાજી જમાત , મોરબી-ટંકારા જમાત , અને ઉન-સચિન જમાત ) દ્વારા સ્થપાયેલ સંસ્થા ‘અસમા’એ સાથે મળી આ દિવસ ની ઉજવણી નો કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં હજરત ખ્વાજા દાના સાહેબની દરગાહ પાસે જુમ્માની નમાજ પછી ૫૦૦થી વધુ લોકોને ફૂડ પેકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું. ઉપરાંત, સાંજે ઉન ખાતે ભીંડી બજારમાં પણ ૫૦૦થી વધુ લોકોને ફૂડ પેકેટ્સનું વિતરણ કરવામાં આવશે.
આ પ્રસંગે અસમા ના પ્રેસિડન્ટ જનાબ આસિફભાઈ બિસ્મિલ્લા, ઓલ ઈન્ડિયા મેમણ જમાત ફેડરેશનના વાઈસ પ્રેસિડન્ટ જનાબ ઈલિયાસભાઈ કાપડિયા, જનાબ બિલાલભાઈ ટીનવાળા (ઝોનલ સેક્રેટરી), તેમજ અસમા ના સેક્રેટરી ડૉ. સુહેલ દલાલ, સર્વે મેમણ જમાતો ના પ્રમુખો અને અન્ય ઓફિસ બેરર્સ તથા યુથ વિંગ કમિટી મેમ્બર્સ હાજર રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક આયોજન કરીને લોકોને ફૂડ પેકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું. ઉન ભીંડી બજાર ખાતે તમામ હોદેદારો હાજરી આપેલ તેમજ ઉન સચીન હાલાઈ મેમન જમાત ના પ્રમુખ વસીમ ભાઈ આકબાણી તેમજ ઉપપ્રમુખ ઈકબાલ ભાઈ ઈશાણી તેમજ જમાત ના તમામ હોદેદારો હાજર રહ્યા હતા

