Voice of Surat

સુરત લાજપોર મધ્યસ્થ જેલ ખાતે ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકરની ૧૩૫મી જન્મજયંતીની શાનદાર ઉજવણી કરવામાં આવી

Posted On: |1 min read
Voice of Surat News

સુરત લાજપોર મધ્યસ્થ જેલ ખાતે બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકરની ૧૩૫મી જન્મજયંતી નિમિત્તે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેલ પ્રશાસન દ્વારા આ દિવસની ભારે ઉત્સાહ અને ગૌરવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે જેલના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી તેમના પ્રત્યે આદર વ્યક્ત કર્યો હતો. જેલના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા બાબાસાહેબના જીવન સંઘર્ષ, તેમના સામાજિક અને બંધારણીય યોગદાન વિશે પ્રેરણાદાયી વિચારો રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીના એકેડેમિક કાઉન્સિલર (MSW) શ્રી પ્રદિપ રામકૃષ્ણ શિરસાદ દ્વારા જેલના આંતરિક માધ્યમ "રેડિયો પ્રિઝન" દ્વારા માર્ગદર્શક પ્રવચન આપવામાં આવ્યું હતું. જે જેલના બંદીવાનો માટે અત્યંત પ્રેરણાદાયી સાબિત થયું હતું. આ કાર્યક્રમ દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકરના સમાનતા અને ન્યાયના વિચારોને જેલના વાતાવરણમાં વહેતા કરવામાં આવ્યા હતા. જેલના સ્ટાફ અને બંદીવાનોએ ખૂબ જ શિસ્તબદ્ધ રીતે ઉજવણીમાં ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ જેલ અધિક્ષક શ્રીપાલ શેષમા, નાયબ અધિક્ષક ડી.પી. ભટ્ટ તથા નાયબ અધિક્ષક એ.એચ. રાજપૂત મના કુશળ માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો.