Voice of Surat

સુરતના પોક્સો તથા એટ્રોસિટીના કેસમાં મો.તહજીબને નિર્દોષ છોડતી નામદાર સ્પેશિયલ સેશન્સ કોર્ટ

Posted On: |2 min read
Voice of Surat News

સુરત શહેરના પાલ પો.સ્ટે. માં પાલ પો.સ્ટે. એ પાર્ટ ની ગુ.૨.નં.૧૧૨૧૦૦૬૬૨૫૦૧૬૬/૨૦૨૫ થી બી.એન.એસ. ૨૦૨૩ કલમ-૧૩૭(૨), ૮૭, તથા જાતીય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમ ૨૦૧૨ ની કલમ-૧૮ મુજબ તથા અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ ૧૯૮૯ ની કલમ-૩(૧) (ડબલ્યુ) (આઈ), ૩ (૨) (૫-એ) મુજબનો ગુનો નોંધાયેલ અને ફરીયાદની ટુંકી વિગતો ધ્યાને લેવામાં આવે તો ઉપર બતાવેલ ટા.તા.અને જગ્યાએ હું અને મારી ભોગ બનનાર દિકરી કે જે સાઈડ પર કામ પર ગયેલ અને આશરે અગ્યારેક વાગ્યે કપડા ધોવા સારું ગયેલ અને બપોરનાં એક વાગ્યે હું કામ કરીને ઝુપડપટ્ટીમાં આવેલ તે વખતે ભોગ બનનાર મને જણાયેલ નહી જેથી તેના વિશે આજુબાજુનાં લોકોને પુછતાં તે દરજીકામ સારુ ગયેલ છે તેમ જાણવા મળેલ પરંતુ તેની સાંજ સુધી રાહ જોવા છતાં તે ઘરે પરત ન આવતા આ બાબતે મારા પતિને જાણ કરેલ અને અમો આ મારી ભોગ બનનાર દિકરી ની પાલ વિસ્તારમાં તથા સુરતમાં અલગ અલગ વિસ્તારમાં તથા અમારા સગાઓને ત્યાં શોધખોળ કરવા લાગેલ પરંતુ તેની કોઈ ભાળ મળેલ નહી અને આશરે ત્રણ દિવસ પછી ભોગ બનનાર નાએ અમારા વતન ખાતે રહેતા, મારા સાસુનાં નંબર પર ફોન કરી તે બિહાર ખાતે કોઈ તકસીર નામના છોકરા સાથે હોય તેમ જણાવેલ જેથી આ નંબર અને નામવાળા ઈસમને સાઈડ પર ભાઈ મારફતે તપાસ કરતા તેનું નામ મોહંમદ તકસીર તહજીબ જાણવા મળેલ અને તે સાઈડ પર કામ કરતો હતો અને તે સાઈડ પર હાજર નથી તેના પર પાકકો શક જણાતા આ તકસીર તેના બીજા નંબર થી ભાઈ પાસેથી મળેલ છે અને હમારી ભોગ બનનાર દિકરી સગીરવયની હોય તેની ઉમર લગ્ન લાયક ન હોય તેમ છતાં લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવી હમારા વાલીપણામાંથી અપહરણ કરી નાશી ગયેલ તે બાબતની ફરીયાદ આપવામાં આવી હતી.અત્રે ફરીયાદનાં ત.ક. અમલદારશ્રીએ આરોપી મોહંમદ તકસીર મોહંમદ તહજીબ નાઓની ધરપકડ કરેલ અને આરોપીને નામદાર કોર્ટ રૂબરૂ રજુ કરવામાં આવેલ જેઓએ જામીન ઉપર મુક્ત કરતો હુકમ પણ ફરમાવેલ ત્યારબાદ હાલના અરજદાર/આરોપીને નામદાર સ્પેશ્યલ કોર્ટમાં ટ્રાયલ કેસ ચલાવી હાલના અરજદાર/આરોપીને નામદાર સ્પેશ્યિલ કોર્ટ ઘ્વારા નિર્દોષ છોડતો હુકમ ફરમાવવામાં આવેલ. જે કેસમાં આરોપી તર્ફે વકીલ શ્રી મોહિન એચ. પઠાન નાઓની મુખ્ય રજુઆત તેમજ તેઓ ધ્વારા કરવામાં આવેલ દલીલોને ધ્યાને રાખીને હાલના અરજદાર/આરોપીને શંકાનો લાભ આપીને નિર્દોષ મુકત કરવામાં આવ્યોછે. મોહંમદ તકસીર મોહંમદ તહજીબ નાઓ તર્ફે વકીલ મોહિન એચ. પઠાન નાઓએ નામદાર સેસન્સ કોર્ટમાં દલીલો કરી હોવાનું જાણવા મળે છે.