Voice of Surat

ડીસીબી પોલીસે રિવોલ્વર સાથે પકડેલાં આરોપીઓને કોર્ટે શંકાનો લાભ આપ્યો

Posted On: |1 min read
Voice of Surat News

ડીસીબી પોલીસે તા.૦૫-૦૮-૨૦૧૩ ના રોજ રાંદેર રોડ પીપરડીવાલા સ્કુલ સામે, રંગ અવધુત સોસાયટી-૩ પાસે ગેરકાયદેસરની દેશી હાથ બનાવટની પિસ્તોલ કાર્ટીઝ સાથે ફુરકાન યાકુબ સૈયદની ધરપકડ કરી હતી. આ કેસમાં ડીસીબી પોલીસે આર્મ્સ એક્ટમાં આરોપી કુરકાન યાકુબ સૈયદ, તૌસીફ ઉર્ફે તોયલા ઈકબાલ પટેલ, દાનીશ ઉર્ફે મેનુ શમસેર મુલતાની, મોહસીનખાન ઉર્ફે બિહારી શમીમખાન પઠાણ, સલીમ અબ્દુલહૈય ખાન વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.આ કેસની ઈન્સાફી કાર્યવાહી ચીફ કોર્ટમાં ચાલી હતી. આરોપી તૌસિફ, સલીમ પક્ષે વકીલ બીજલ એમ પટેલ દ્વારા ધારદાર દલીલો કરવામાં આવી હતી.બચાવ પક્ષનાં વકીલો અને ફરિયાદ પક્ષની દલીલો બાદ ચીફ કોર્ટે ચાર આરોપીને શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ કર્યો હતો, જયારે વોન્ટેડ આરોપી મોહસીન ખાન ઉફે બિહારી પઠાણ પકડાય આવ્યેથી અલગથી ચાર્જશીટ કરવાનો હુકમ કર્યો હોવાનું જાણવા મળે છે.