રાજ્યના છ ક્ષેત્રના ઇકોનોમિક માસ્ટર પ્લાનની મહત્ત્વાકાંક્ષી યોજના 2 હજાર કરોડના ખર્ચે આગળ ધપાવાશે

રાજ્ય સરકારની છ ક્ષેત્રના ઇકોનોમિક માસ્ટર પ્લાનની મહત્વાકાંક્ષી યોજના આ બજેટમાં પણ આગળ ધપાવાઇ છે. રાજ્યમાં સર્વાંગી અને સંતુલિત વિકાસ માટે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનો વિસ્તાર અને કચ્છ એમ 6 ક્ષેત્ર માટે ઇકોનોમિક માસ્ટર પ્લાન તૈયાર કર્યાં છે. તે અંતર્ગત દરેક ક્ષેત્રની જરૂરિયાત મુજબ પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. તેના કારણે આર્થિક પ્રવૃત્તિઓ, રોજગાર સર્જન અને મૂડી રોકાણને પ્રોત્સાહન મળશે. આ માટે બજેટમાં 2000 કરોડની જોગવાઇ કરાઇ છે.
બજેટમાં માર્ગ-મકાન વિભાગના બજેટમાં જરૂરિયાત મુજબના અને ભારે ટ્રાફિક ધરાવતા હોય તેવા રસ્તાઓને હાઇ સ્પીડ કોરિડોરમાં અપગ્રેડ કરીને બનાવવામાં આવશે. તે ઉપરાંત રાજ્યના અલગ અલગ વિસ્તારોના આશરે 1155 કિલોમીટર લંબાઈના રસ્તાઓને ‘ગરવી ગુજરાત હાઈ-સ્પીડ કોરિડોર’ તરીકે ઘોષિત કરાયા છે. તેની કામગીરી 800 કરોડ રૂપિયાની ફાળવણી સાથે આગળ ધપાવવામાં આવશે.
મહેસૂલ વિભાગ માટે 5552 કરોડની જોગવાઇ
-વિવિધ મહેસૂલી કચેરીઓમાં 1546 નવી જગ્યા ઉભી કરાશે
-કુદરતી આફતો સામે રાહત આપવા 2145 કરોડ
-સુરેન્દ્રનગર, મહુધા ઉમરેઠ વિગેરે સ્થળે નવા મહેસૂલી ભવનના બાંધકામ અને દસ્ક્રોઇ, ઠાસરા વિગેરેમાં હયાત મહેસૂલી ભવનના વિસ્તરણ અને 51 તાલુકામાં અંદાજિત 562 મહેસૂલી કર્મચારીઓની વસાહતના બાંધકામ માટે 240 કરોડની જોગવાઇ
સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ માટે 2634 કરોડની જોગવાઇ
-ગુજરાતમાં ધોલેરા સહિતના સ્થળોએ આગામી સમયમાં સેમી કન્ડક્ટરને લગતા ઉદ્યોગો મોટા પાયે આવી રહ્યા છે ત્યારે ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી હેઠળ 1100 કરોડ રૂપિયાની ફાળવણી
-ધોલેરા સરમાં માળખાગત સુવિધાના વિકાસ માટે 50 કરોડની જોગવાઇ
-ગુજરાતને સ્પેસ મેન્યુફેક્ચરીંગ હબ બનાવવા ગુજરાત સ્પેસ ટેક પોલિસી અંતર્ગત સ્પેસ ઇકો સિસ્ટમના વિકાસ માટે 25 કરોડ
-રાજ્યમાં વૈશ્વિક ક્ષમતાના કેન્દ્રોને આકર્ષવા માટે ગ્લોબલ કેપેસિટી સેન્ટર પોલિસી માટે 10 કરોડની જોગવાઇ
માર્ગ અને મકાન વિભાગ માટે કુલ 29,709 કરોડની જોગવાઇ
-ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા અગત્યના પ્રોજેક્ટ માટે 744 કરોડ ખર્ચાશે
-રેલવે ક્રોસિંગ પર ઓવરબ્રીજ બનાવવા 500 કરોડ
-રસ્તાઓ માટે શોર્ટ ટર્મ મેઇન્ટેનન્સ કોન્ટ્રાક્ટની કામગીરી માટે 150 કરોડ
-મુખ્ય હાઇવે ઉપર સલામતી, સુરક્ષા અને ટ્રાફિક પરિવહન માટે ઇન્ટેલીજન્ટ ટ્રાફિક સિસ્ટમ લાગુ કરવા 40 કરોડ
-વ્હાઇટ ટોપિંગ રસ્તાની કામગીરી માટે 32 કરોડ
-ગુજરાત રોડ એસેટ મેનેજમેન્ટ સિસ્ટમના અમલીકરણ અંતર્ગત ડેટા સંગ્રહ માટે 10 કરોડ
-ધોરી માર્ગો ઉપર ટેકનીકલ ઓડિટ અને ગુણવત્તા નિયંત્રણ માટે 10 કરોડ
શહેરોમાં રૂ. 200 કરોડના ખર્ચે સ્માર્ટ પાર્કિંગ, ઈન્ટિગ્રેટેડ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ વિકસાવાશે
ગુજરાત સરકારના બજેટમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે રૂ. 33504 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં શહેરી વિસ્તારના પરિવહનને વધુ સુદ્રઢ બનાવવા માટે સ્માર્ટ પાર્કિંગ તથા ઈન્ટિગ્રેટેડ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ માટે રૂ. 200 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ઉપરાંત, ઔડા વિસ્તાર માટે પેરી અર્બન લિવેબિલિટી ઈમ્પ્રુવમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત બાહ્ય ભંડોળ માટે રૂ. 800 કરોડ ફાળવવાનું આયોજન કરાયું છે. વિભાગ માટે ફાળવાયેલા બજેટના લગભગ 50 ટકા બજેટ શહેરી માળખાગત સુવિધાઓ માટેની સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના માટે રાખવામાં આવ્યું છે. બજેટમાં તેની રૂ. 16116 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
- શહેરી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સહાય માટે રૂ. 3354 કરોડ.
- અમદાવાદ - સુરત મેટ્રો વિસ્તરણ સહિત મેટ્રો રેલ પ્રોજેકટ માટે રૂ. 2217 કરોડ.
- અમૃત મિશન હેઠળ પાણી, ડ્રેનેજ, તળાવોનો વિકાસ અને પરિવહન માટે રૂ. 1900 કરોડ.
- પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસ પૂરા પાડવા રૂ. 1420 કરોડ.
- શહેરી વિસ્તારોને રેલ્વે ક્રૉસિંગ મુક્ત બનાવવાના ઓવર બ્રિજ- અંડર બ્રિજ બનાવવા માટે રૂ. 350 કરોડ.
- • ઝીરો વેસ્ટ શહેરો – નિર્મળ ગુજરાત અને પિન્ક ટોઇલેટ માટે રૂ. 329 કરોડ.
- • સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે સુવિધાઓના વિકાસ માટે રૂ. 236 કરોડ.
- 12 કોર્પોરેશનોમાં ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર સ્થાપવા રૂ. 180 કરોડ.
- •મહાનગરપાલિકામાં સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ અને ફ્લાયઓવર નીચે સ્પોર્ટસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા રૂ. 150 કરોડ.
- લોથલ - અંબાજીને આંતરરાષ્ટ્રીય કક્ષાએ સ્થાન અપાવવા સુવિધાઓના વિકાસ માટે રૂ. 147 કરોડ.
- ભાવનગર, રાજકોટ, જામનગર અને જૂનાગઢમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે રૂ. 100 કરોડ.
- SG હાઇવેને ગ્રીન હાઇવે તરીકે વિકસાવવા રૂ. 100 કરોડ.
- • મિશન ડેઈલી વોટર સપ્લાય અને જીવન ધારા યોજના અંતર્ગત રૂ. 100 કરોડ.
- 24 નવા સબ મોડેલ ફાયર સ્ટેશન તથા ગુજરાત સ્ટેટ ફાયર એકેડમી શરૂ કરવા રૂ. 50 કરોડ.
- નમો સ્વદેશી અર્બન મોલ અને સ્વદેશી મેળાઓ યોજવા માટે રૂ. 45 કરોડ.
- • ગિફ્ટ સિટીમાં માળખાગત સુવિધાઓના વિકાસ માટે રૂ. 45 કરોડ.

