છેતરપીંડીના કેસમાં બિલ્ડરની જામીન અરજી નામંજુર કરતી સુરત સેશન્સ કોર્ટ

સુરત શહેરના લાલગેટ પો.સ્ટે.માં લાલગેટ પો.સ્ટે. પાર્ટ એ ગુ.૨.નં. ૧૧૨૧૦૦૬૧૨૫૦૪૯૩/૨૦૨૫ થી ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ની કલમ–૩૧૮(૪) મુજબનો ગુનો નોંધાયેલ અને સદરહું કામમાં ફરીયાદની| ટુંકી વિગતો ધ્યાને લેવામાં આવે તો"સદરહું કામમાં ફરીયાદીની ફરીયાદ હકીક મુજબ ઉપર જણાવેલ સમયે| આરોપી જાવીદ લિયાક કાઝી, રહે. ૬૦૧, ૧૨/૧૧૫૬, અલ હયાત બિલ્ડીંગ, લુહાર પોળ, માછલીપીઠ,| શાહપોર, સુરત શહેર નાઓએ ઠે. ડિસ્ટ્રીકટ સુરત સબ ડિસ્ટ્રીકટ સુરત સીટીનાં શહેર સુરતનાં લાલગેટ કેળાની| વખાર વિસ્તારમાં આવેલ વોર્ડ નં.૧૨ નાં સીટી સર્વે નોંધ નં.૯૧૬ થી નોંધાયેલ જમીન ઉપર આવેલ| અલ–અમન નામનાં એપાર્ટમેન્ટ વાળી મિલક ઉપર LIC HOUSING FINANCE UTD માંથી! રૂા.૩૭,૭૩,૪૮૫/–તથા રૂ.૫૪,૮૫,૭૭૮/–લોન લિધેલ હોય મિલકત ઉપર બોજો હોવા છતાં મને તથા| મારી સાથેના માણસોને ચોખ્ખા ટાઈટલવાળી મિલક હોવાનું જણાવી સદરહું મિલક્તનો વેચાણ દસ્તાવેજન| થઈ શકે તેમ હોવાનું પોતે જાણતા હોવા છતાં અમારી પાસેથી રૂા.૨૪,૦૦,૦૦૦/–મેળવી લઈ મને તથા મારી સાથેના માણસોને અલગ અલગ સમયે વેચાણ દસ્તાવેજ કરી આપી મારા સહત મિલકત ખરીદનાર| તમામ પાસેથી કુલ્લે રૂા.૧,૮૮,૫૩,૦૦૦|–મેળવી લઈ મારી તથા મારી સાથેનાં માણસો સાથે છેતરપીડી કરેલ હોય જાવીદ લિયાક્ત કાઝી નાઓ વિરૂધ્ધ કાયદેસર તપાસ કરવા હાલની ફરીયાદ આપેલ છે. ફરીયાદનાં અનુસંધાને આરોપી જાવેદ લિયાક્તઅલી કાઝી નાઓને અત્રેનાં લાલગેટ| પો.સ્ટે. માં ઘરપકડ કરવામાં આવેલ આરોપી જાવેદ લિયાક્તઅલી કાઝી જામીન ઉપર મુક થવા નામદાર સુરત સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરેલ જે જામીન અરજી અગાઉ નામંજુર થયેલ ત્યારબાદ ચાર્જશીટ થતાં આરોપી જાવેદ લિયાકતઅલી કાઝી નાઓએ ફરીવાર જામીન અરજી દાખલ કરેલ જે જામીન અરજીના વિરોધમાં મુળ ફરીયાદી નાઓએ પોતાના એડવોકેટશ્રી નદીમ એચ. ચૌઘરી નાઓ મારફત લેખિતમાં રજુઆતો કરેલ જે મુખ્ય રજુઆત એ રીતની હતી કે, સદરહું કહેવાતી મિલકત ઉપર આરોપીએ સને–૨૦૧૪/૧૫ ના અરસામાં લોન લિધેલ હતી અને ફરીયાદી તથા અન્ય સાહેદોને દસ્તાવેજ કરેલ છે વધુમાં આ કામના આરોપી ઉપર આ ગુના સિવાય અન્ય ત્રણ છેતરપીંડીના ગુનાઓ| લાલગેટ પો.સ્ટે. માં નોંધાયેલ છે સદરહું ફરીયાદમાં ભોગ બનનારની સંખ્યા પણ ખુબ જ વધુ છે તથા| ચાર્જશીટ થઈ જવું એ જામીન અરજી કરવા માટે નવું ગ્રાઉન્ડ નથી અને કેસના સંજોગો બદલાઈ જતાં| નથી જે હકીકત ધ્યાને લઈ હાલનાં આરોપીની જામીન અરજી નામંજુર કરવા અરજ કરેલ, જે તમામ સંજોગો ધ્યાને લઈ નામદાર સેશન્સ કોર્ટ ઘ્વારા આરોપી જાવેદ લિયાકઅલી કાઝી નાઓની જામીન અરજી નામંજુર કરતો હુકમ ફરમાવેલ છે. મૂળ ફરીયાદી નાઓ હનીફ ઈબ્રાહીમ પટેલ નાઓ તર્ફે વકીલ શ્રી નદીમ એચ. ચૌઘરી તથા સરકારી વકીલશ્રી વિશાલ ફળધુ નાઓએ નામદાર સેશન્સ કોર્ટમાં હાજર રહ્યા હતા.

