Voice of Surat

ડીંડોલીમાં ઘાતકી હત્યા કરનારા આરોપીને કોર્ટે તકસીરવાર ઠેરવી, આજીવન કેદની સજાનો હુકમ કર્યો

Posted On: |1 min read
Voice of Surat News

સુરત શહેરના સ્થાનીક વિસ્તારમાં રહેતો રાજ વિશ્રામભાઈ નેરકર રવિવારે રજા હોય જેથી ઘરે હાજર હતા અને ઘરની નજીક આવેલી કરીયાણાની દુકાનમાં સામાન લેવા માટે ગયો હતો. આ દરમિયાન ડીંડોલીના મહાદેવનગરમાં રહેતો સાહીલ ઉર્ફે દાદ ઉર્ફે સોનું મહેન્દ્રભાઈ રાઠોડ તેમજ બીજા ત્રણ-ચાર યુવકો ઝઘડો કરી રહયા હતા. રાજ સાહીલને ઓળખતો હોવાથી તેની પાસે ગયો હતો અને ઝઘડો, નહી કરવા માટે જણાવ્યુ હતું જેથી ઉશ્કેરાયેલા સાહીલે રાજને મા-બહેણ સમાન ગાળો આપવા લાગ્યો હતો જેથી રાજુએ ગાળો નહી આપવા માટે જણાવ્યુ હતું. પરંત સાહીલ વધ ઉશ્કેરાયો હતો અને પેન્ટના ખીસ્સામાંથી ચપ્પુ કાઢીને રાજુને પેટના ભાગે ઘા ઝીંકી દીધા હતા. ગંભીર હાલતમાં રાજને તાત્કાલીક નજીકની હોસ્પીટલ અને ત્યારબાદ અન્ય હોસ્પીટલમાં લઈ જવાયો હતો ત્યારબાદ થોડાક દિવસ સારવાર બાદ રાજુને ઈન્ફેકશન થતા મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે ડીંડોલી પોલીસે સાહીલની સામે હત્યાનો ગુનો નોંધીને તેની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યો હતો. આ કેસ નામદાર કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલશ્રી દીપેશભાઈ દવેએ દલીલો કરીને આરોપીને વધુમાં વધુ સજા કરવા માટેની રજૂઆતો કરી હતી, જયારે મળફરીયાદી તરફે એડવોકેટ અનિલ ડી. જાધવ હાજર રહ્યા હતા કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ આરોપી સાહીલને તકસીરવાર ઠેરવ્યો હતો અને આજીવન કેદની સજા તેમજ રૂા. ૧૫૦૦૦/ દંડ કરતો હુકમ કર્યો હોવાનું જાણવા મળે છે.