લોક અદાલતમાં મોટર એક્સીડેન્ટ કેસમાં મૃતકના પરિવારને રુા.38 લાખનું વળતર ચુકવાયું
Posted On: |1 min read

સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટ તા. 2/5/2026 નારોજ યોજાયેલ લોક અદાલતમા મોટર એક્સીડેન્ટ નો કેસ નંબર 35/2023 રકમ રૂપિયા 38 લાખ મા સમાધાન થયું હતું આ કેસ મા સને 2023 મા અકસ્માત મા મૃત્યુ પામનાર રાહુલ રોકડે બીઆરટીએસ. બસમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો નોકરી પુરી કરી રાતે 10 વાગ્યાં ના અરસામાં કડોદરા સ્થિત તેમના ઘરે જતો હતો ત્યારે હાઇવે રોડ પર ટ્રેકે ટક્કર મારતા ઘટના સ્થળ પર મૃત્યુ થયું હતું નેમના વરસાદર પત્ની તથા સગીર બાળકોએએડવોકેટ મયુર ખોખાણીમારફત નામદાર સુરત મોટર એક્ષિડેન્ટ ક્લેમ ટ્રીબુનલ સી. એન. દેસાઈ સાહેબની કોર્ટ મા વળતર મેળવવા કેસ દાખલ કરેલ જેમાં અરજદારના એડવોકેટ તથા વીમા કંપનીના એડવોકેટ અને વીમા કંપની ઓરિયન્ટલ ઈન્સુરન્સ ના ઓફિસરે હકારાત્મક અભિગમ અપનાવતા આ કેસમાં 38 લાખ મા પૂરો થયો હોવાનું જાણવા મળે છે.

