પોક્સો, અપહરણ અને બળાત્કારના ગંભીર કેસમાં આરોપીને મુક્ત જાહેર કર્યો

શહેરની સ્પેશિયલ પોક્સો અદાલતે અપહરણ, બળાત્કાર અને પોક્સો (POCSO) એક્ટ હેઠળના કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આપતાં આરોપીને આરોપોમાંથી નિર્દોષ મુક્ત કરવાનો હુકમ કર્યો છે. અદાલતે નોંધ્યું હતું કે પ્રીક્યુશન (ફરિયાદી પક્ષ) આરોપી સામેના ગંભીર આરોપો શંકાથી પર સાબિત કરવામાં સદ્ંતર નિષ્ફળ રહ્યું હોવાનું એડવોકેટ અસલમ એમ.શેખએ જણાવ્યું હતું.
પ્રાપ્ત માહતી અનુસાર કેસની ટૂંકી વિગત મુજબ, અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે મૌસમ કુસ્વાહ વિરુધ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) અને પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની અટકાયત કરવામાં આવી હતી. કેસની સુનાવણી દરમિયાન આરોપીના બચાવ પક્ષના વકીલેઅસલમ એમ.શેખનીધારદાર દલીલો રજૂ કરતા જણાવ્યું હતું કે, ફરિયાદી પક્ષ દ્વારા કરવામાં આવેલા તમામ દાવાઓ પાયાવિહોણા છે. પ્રેમ પ્રકરણ અને સાથે માતા જબરજસ્થી અન્ય જગ્યાએ લગ્ન કરાવવા માંગતી હોવાની 17 વર્ષ 9 મહિનાની તરૂણી ભાગી ગઈ હોવાની કબુલાત પણ કરી હોવાનું એડવોકેટ દ્વારા જણાવવામાં આવ્યું હતું. જુના ઝઘડાની અદાવતમાં તરૂણીની માતાએ ફરિયાદ કરી હોવા સહિતના પુરાવા સાથે એડવોકેટ અસલમ એમ. શેખએ કરી હતી. બચાવ પક્ષે રજૂઆત કરી હતી કે માત્ર અંગત અદાવત કે ગેરસમજના કારણે જ આરોપીને આ ગંભીર કેસમાં ખોટી રીતે ફસાવવામાં આવ્યો હતો. અંકલેશ્વર એડિશનલ ડીસ્ટ્રીક્ટ કોર્ટ દ્વારા આરોપી મૌસમ કુશ્વાહને નિર્દોષ છોડી મુકતો હુકમ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

