સુરત સેશન્સ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો : પૂરતા અને વિશ્વસનીય પુરાવાના અભાવે આરોપીઓને નિર્દોષ જાહેર કરાયા

સુરતની માનનીય સેશન્સ કોર્ટ દ્વારા પાંડેસરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચેઇન સ્નેચિંગ સંબંધિત ગુનાના કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આપતા આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આ કેસમાં આરોપી નં. ર વતીએડવોકેટ ધીરજ આર. આંચલિયાદ્વારા અસરકારક અને તર્કસંગત દલીલો રજૂ કરવામાં આવી હતી. બચાવ પક્ષે કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે ફરિયાદ પક્ષ આરોપીઓ વિરુદ્ધ શંકાથી પર પૂરતા, વિશ્વસનીય અને કાયદેસરના પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ ગયું છે. કેસની સુનાવણી દરમિયાન કોર્ટના ધ્યાન પર આવ્યું કે ફરિયાદમાં નોંધપાત્ર વિલંબ થયો હતો, આરોપીઓની ઓળખ અંગે વિશ્વસનીય પુરાવાનો અભાવ હતો, ઓળખ પરેડ યોજાઈ ન હતી તેમજ પંચ સાક્ષીઓએ પણ ફરિયાદ પક્ષને જરૂરી સમર્થન આપ્યું ન હતું. પરિણામે આરોપીઓ સામેના આરોપો શંકાથી પર સાબિત થઈ શક્યા ન હતા. માનનીય અદાલતે સમગ્ર મૌખિક તથા દસ્તાવેજી પુરાવા અને બંને પક્ષોની દલીલોનું મૂલ્યાંકન કર્યા બાદ ઠરાવ્યું કે આરોપીઓ સામે ગુનો નિઃશંકપણે સાબિત થતો નથી. તેથી આરોપીઓને શંકાનો લાભઆપી નિર્દોષ જાહેર કરવામાં આવ્યા. આ ચુકાદામાં બચાવ પક્ષ તરફથીએડવોકેટ ધીરજ આર. આંચલિયાદ્વારા રજૂ કરાયેલી કાયદાકીય દલીલો અને કેસના પુરાવાઓનું સચોટ વિશ્લેષણ મહત્વપૂર્ણ સાબિત થયું હતું.

