Voice of Surat

લિંબાયત ઝોનમાં ગેરકાયદે બાંધકામો અને દબાણો અટકાવવામાં ઝોનલ ચીફ નિલેશ પટેલ સામે ખાતાકીય તપાસ બેસાડવા વિપક્ષ નેતા પાયલ સાકરિયાની માંગ

Posted On: |2 min read
ઝોનલચીફ તરીકે નિલેશ પટેલે લિંબાયત ઝોનમાં ચાલી રહેલ ઉંઘાડી લુંટ સામે મુકસંમતિ દાખવતા કોઇપણ પ્રકારની કાર્યવાહી ભ્રષ્ટાચારીઓ વિરૂદ્ધ કરી નથી : પાયલ સાકરિયા

સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનના કાર્યપાલક ઇજનેર સહિત જવાબદાર અધિકારીઓ તેમજ તેમના મળતિયાઓ દ્વારા ગેરકાયદેસર મંડળી રચીને પ્રજાને રંજાડીને તોડ કરવાની ઘટનામાં ગત તા.ર૦/૦ર/ર૦ર૬ ના રોજ લિંબાયત ઝોનના કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલા તેમજ કથિત પત્રકાર મહંમદ ઇસ્માઇલ ઉર્ફે પરવાના જમીલખાન પઠાણ અને અન્ય ૩ થી વધુ વ્યકિતઓના મેળાપીણામાં આર્થિક શોષણના ભાગરૂપે લાંચની રકમ ઉઘરાવતા એન્ટી કરપ્શન બ્યુરોના ટ્રેપમાં સપડાયા છે તેમજ મુદ્દામાલ સહિત ભુર્ગભમાં ઉતરી જતા ફરાર જાહેર કરેલ છે. આ ઘટના બાબતે સુરત મનપા વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ મ્યુનિ. કમિશનરને પત્ર લખી જણાવ્યું હતું કે, ઉપરોક્ત ઘટનામાં પાલિકામાં ચાલતો ભ્રષ્ટાચાર બહાર આવેલ છે ત્યારે કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલા સહિત સંબંધિત અધિકારીઓ દ્વારા બેફામપણે કરવામાં આવતા ઉઘરાણાંઓ બદલ લિંબાયત ઝોનના ઝોનલચીફ પણ તેટલે અંશે જવાબદાર કારણ કે, પારદર્શક અને ભ્રષ્ટાચાર મુકત વહીવટી કાર્યપઘ્ધતિનો અમલ કરાવવાની જવાબદારી ઝોનલચીફની છે. વધુમાં પાયલ સાકરિયાએ જણાવ્યું હતું કે, લિંબાયત ઝોનના ઝોનલચીફ તરીકે ફરજ બજાવતા નિલેશ પટેલે ભ્રષ્ટચારીઓ સાથે સામેલ હોય ઝોનમાં ચાલી રહેલ ઉંઘાડી લુંટ સામે મુકસંમતિ દાખવતા કોઇપણ પ્રકારની કાર્યવાહી તેમની વિરુઘ્ધ કરેલ નથી પરિણામે વિસ્તારના લોકોની ઉઘાડીનો ભોગ બની રહેલ છે ત્યારે ઉકત કેસમાં ફરાર લિંબાયત ઝોનના કાર્યપાલક ઇજનેર સહિત જવાબદાર ઝોનલચીફ સામે પણ ફરજમાં બેદરકારી તેમજ ભ્રષ્ટાચારીઓને છાવરવા બદલ ખાતાકીય તપાસ હાથ ધરવા સહિત કાયદેસરની કાર્યવાહી કરાવીને તપાસ નિષ્પક્ષ થાય તે હેતુસર તાત્કાલિક બદલી કરીને પ્રિવેન્સન ઓફ કરપ્શન એકટ-૧૯૮૮ હેઠળ એ.સી.બી.માં ફરિયાદ કરી તેમજ ફોજદારી ગુન્હો દાખલ કરવા સહિતની દાખલારૂપ કાર્યવાહી કરવા માંગ કરી હતી.